સંઘ પરિવાર શબ્દમાં અભિપ્રેત પરિવાર શબ્દ નો
અર્થ.
હાલમાં
૧૬મી લોકસભાની ચુંટણીઓ પહેલા અને પછી જુદી જુદી ન્યુઝ ચેનલો પર નરેન્દ્ર મોદી,
ભા.જ.પા. અને આર એસ. એસ. પર ખુબ ચર્ચાઓ થાય છે.
હું ગઈ
કાલે એટલે કે તા. ૧૯-૦૫-૨૦૧૪ ના સાંજે ઝી ન્યુઝ પર એક ચર્ચા જોઈ રહ્યો હતો તેમાં
કોન્ગ્રેસના એક પ્રવક્તા કોઈ શ્રીમાન પુનાવાલા નહેરૂ-ગાંધી પરિવાર અને કોંગ્રેસ તેમજ ભા.જ.પા અને સંઘ પરિવાર ની ખુબજ ભૂલભરેલી
તુલના કરતા જોવા/સાંભળવા મળ્યા. અને રાષ્ટ્રીય સ્વમ સેવક સંઘ અને નહેરૂ-ગાંધી
પરિવાર નાં સંદર્ભમાં વપરાતા “પરિવાર” અને
“પરિવારવાદ” શબ્દનું તદ્દન અયોગ્ય અર્થઘટન
કરતા જોવા મળ્યા. મારા જેવા તદ્દન સામાન્ય માણસને પણ એ ખુબજ આસાની થી સમજાઈ જાય છે
કે જ્યારે નહેરૂ-ગાંધી પરિવારની કોંગ્રેસ નાં સંદર્ભમાં વાત થાય છે ત્યારે
કોંગ્રેસ જેવા એક લોકશાહી પક્ષમાં વંશ પરંપરાગત રીતે ચાલ્યા આવતા નહેરૂ-ગાંધી
પરિવારના નેતૃત્વના સંદર્ભમાં થાય છે. અહી પરિવાર શબ્દ નો અર્થ લોહીની સગાઇ થી
એકબીજા સાથે જોડાયેલા કૌટુંબિક સભ્યો એવો થાય છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ
નાં સંદર્ભમાં સંઘ પરિવાર એવું કહેવાય છે ત્યારે આરએસએસ દ્વારા પ્રેરિત અને તેની
સાથે સંકળાયેલા એવા વિશ્વ હિંદુ પરિષદ, વનબંધુ પરિષદ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ,
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વનવાસી કલ્યાણ આશ્રમ, ભારતીય મજદૂર સંઘ, વિદ્યા
ભારતી અને સેવા ભારતી જેવા સંગઠનો નો પરિવાર એવો અર્થ થતો હોય છે. હવે એક રાજકીય
પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષ અને એક સંગઠન તરીકે
આરએસએસ નો ટ્રેક રેકોર્ડ જોતાં આ
પક્ષ કે સંગઠન બંને માંથી કોઈમાં કોંગ્રેસની જેમ નેતૃત્વ વંશ પરંપરાગત રીતે નક્કી
નથી થયું. કોંગ્રેસ પક્ષમાં હંમેશા નેતાની વરણી લોકશાહી પ્રક્રિયા થી કરવાનો
દેખાવ કરીને નેતૃત્વ હમેશા નહેરૂ-ગાંધી પરિવારના હાથમાંજ રહે તે સુનિશ્ચિત કરવામાં
આવે છે જે આ દેશના સર્વ પ્રજાજનો એ જોયું, જાણ્યું છે.
ટીવી
ચેનલો પર ચાલતી ચર્ચાઓમાં જ્યારે ભાજપા અને આરએસએસ પર ચર્ચાઓ થતી હોય છે ત્યારે
ભાજપાનાં કોઈ પ્રવક્તા દ્વારા નહેરૂ-ગાંધી પરિવારનો ઉલ્લેખ થાય કે તરતજ કોંગ્રેસી મિત્રો
અને દંભી બિનસાંપ્રદાયિક પ્રવક્તાઓ દ્વારા બચાવ માં “સંઘ પરિવાર” શબ્દનો યેનકેન
પ્રકારે ઉપોયગ કરી આખી ચર્ચાને ગેરમાર્ગે લઇ જવાતી હોય છે અને આવા સમયે મને
વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ભાજપા અને સંઘ નાં આવી ચર્ચોમાં ભાગ લેતા
પ્રવકતાઓએ સંઘ પરિવાર અને નહેરૂ-ગાંધી પરિવાર એ બંને શબ્દ સમૂહોમાં વપરાતા
“પરિવાર” શબ્દના અર્થમાં રહેલા ઉપરોક્ત ભેદની માંડીને સ્પષ્ટતા કરવી જોઈએ. જો કે
આવી સ્પષ્ટતા મારા જેવા સામાન્ય માણસ માટે બિલકુલ જરૂરી નથી કારણ કે સામાન્ય માણસમાં
સામાન્ય બુદ્ધિ હોય છે અને આ બાબત સા.બુ. થી સમજાઈ જાય તેવી છે. પરંતુ આવી
ચર્ચાઓમાં ભાગ લેતા અને તેને જોતા/સાંભળતા વિશિષ્ટ બુદ્ધિના વિશિષ્ટ લોકો માટે આવી
સ્પષ્ટતા કરવી જરૂરી છે.
No comments:
Post a Comment